Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હવામાન વિભાગની આગાહી : આગામી અઠવાડિયામાં તાપમાન ઊંચું રહેવાની સંભાવના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હાલ ઠંડીની વિદાય બાદ હવે રાજ્યમાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર અને નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી અઠવાડિયા દરમિયાન તાપમાન ઊંચા સ્તરે સ્થિર રહેશે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ અનુભવાશે. હવામાન વિભાગે માર્ચમાં ગરમી વધતાં વરસાદ સારો રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનામાં કચ્છ અને દ્વારકામાં ઉકળાટ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. આ ઉપરાંત રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

error: Content is protected !!