તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

નિકોલમાં મોબાઇલની દુકાનમાંથી રૂપિયા ૧.૦૨ કરોડનાં મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદનાં નિકોલમાં રસપાન આર્કેડમાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતા સ્ટોર મેનેજર અને સેલ્સ મેનેજરે ભેગા મળીને દુકાનમાંથી રોકડા રૂપિયા ૬.૬૫ લાખ અને એપલ કંપનીના રૂપિયા ૧.૦૨ કરોડના મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી. જોકે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

મણિનગરમાં રહેતા અને નિકોલમાં રસપાન ચાર રસ્તા પાસે મોબાઇલની ત્રણ દુકાન ધરાવતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમની દુકાનમાં નોકરી સ્ટોર મેનેજર અને સેલ્સમેન સામે ફરિયાદ નોંધાવી છે કે દુકાનમાં દસ દિવસ પહેલા એપલ કંપનીના આઇફોન તથા એસેસરીઝની ચોરી થઇ હોવાની શંકા ગઇ હતી. જેને લઇને ઓડિટ કરાવતાં દુકાનમાં બીલ બનાવ્યા વગર મોબાઇલની હેરાફેરી થઇ હોવાનું બહાર આવ્યુ હતું  આરોપીઓને પૂછતાં તેઓ કોઇ જવાબ આપતા ન હતા. તપાસ કરતાં દુકાનમાંથી રોકડા રૂપિયા ૬.૬૫ લાખ સહિત એપલ કંપનીના રૂપિયા ૧.૦૨,૪૪,૩૯૦ મોબાઇલ અને એસેસરીઝની ચોરી કરી હતી જોકે દુકાન માલિકને બીલ વગર હેરાફેરીને શંકા જતાં દુકાનમાં ઓડિટ કરાવતાં ચોરીની જાણ થઇ હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.