સુરતનાં મહુવાનાં વહેવલ ગામના તાડી ફળિયામાં રહેતા દિનેશભાઈ મનજીભાઈ પટેલ ચાલતા મહુવાના તરકાણી મહુવાના તરકાણી ગામના પટેલ ફળિયા આગળના અનાવલ-મહુવા રોડ ઉપર પરથી જતાં હતા તે સમયે અજાણ્યા કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી દિનેશભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દિનેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.




