રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત હત્યાના કેસ વધી રહ્યા છે. હત્યારાઓને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ગુજરાતમાં પણ હવે દિવસે અને દિવસે ક્રાઈમ વધી રહ્યા છે જેમાં તાજેતરમાં જ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાની લાશ મળ્યાનો મામલો સામે આવ્યો છે.
શહેરા તાલુકાના કુંડલા ગામની પરિણીતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. 




