Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તર ગુજરાતના 3 ગામોમાં પડીકાં પર પ્રતિબંધ : નિયમ ભંગ બદલ દંડની જોગવાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર ગુજરાતમાં જંક ફૂડના પડીકાં સામે ગ્રામજનોની મુહિમ વેગ પકડી રહી છે. છેલ્લા સાત દિવસમાં મહેસાણા અને બનાસકાંઠાના ડાવોલ, બાદરગઢ અને રાણાવાડા ગામે ગ્રામસભામાં ઠરાવ કરી પડીકાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.

ફાઈલ ફોટો

ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે 16 ઓગસ્ટથી રૂ.5 અને રૂ.10ના પડીકાંના વેચાણ પર પ્રતિબંધ અમલમાં મૂકાયો છે. નિયમ ભંગ કરનાર વેપારીને રૂ.3,100નો દંડ ફટકારવાની જોગવાઈ કરાઈ છે.પાલનપુરના બાદરગઢ ગામે 1 સપ્ટેમ્બરથી પડીકાં ઉપરાંત ગુટખા અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધરહેશે. નિયમ ભંગ બદલ રૂ.1,000 દંડ ઉપરાંત નળ અને વીજ કનેક્શન કાપવા સુધીના કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે.કાંકરેજના રાણાવાડા ગામે પણ 1 સપ્ટેમ્બરથી પેક્ડ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ રહેશે. નિયમ તોડનાર વેપારી પાસેથી રૂ.5,000નો દંડ વસૂલાશે અને આ રકમ ગામની ગૌશાળાના વિકાસ તથા નિભાવ માટે વપરાશે.બાળકોના આરોગ્ય સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયો અન્ય ગામો માટે પણ અનુકરણીય પહેલ બની રહ્યા છે.