તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ઊંચા ભાવની કારની ખરીદી કરનારાની ટકાવારી એક વર્ષ પહેલા 27 ટકા હતી જે વધી 43 ટકા પર પહોંચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પ્રીમિયમાઈઝેશન, નિયમનકારી સખતાઈ તથા સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સની ઝડપી સ્વીકૃતિને પરિણામે ઊતારૂ વાહનોની કિંમતમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત વધારો થઈ રહ્યો છે એમાંય છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે, નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં સરેરાશ ભાવ જે રૂપિયા ૭.૬૫ લાખ  હતો તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં પચાસ ટકાથી વધુ વધી રૂપિયા ૧૧.૫૦ લાખ પહોંચી ગયો છે. વધુને વધુ લોકો ઊંચા ભાવની કારની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. ઊંચા ભાવની કારની ખરીદી કરનારાની ટકાવારી જે એક વર્ષ પહેલા ૨૭ ટકા હતી તે વધી ૪૩ ટકા પર પહોંચી ગઈ છે.

પ્રીમિયમ કારની ખરીદી તરફ આકર્ષણ જોવા મળી રહ્યું છે. વાહન ખરીદનારા પોતાના વાહનમાં વધુને વધુ વિશિષ્ટતા મેળવવા માંગે છે. નોન-એસી મોડેલ હવે તો લગભગ અદ્રષ્ય થઈ ગયા છે. અગાઉ નોન-એસી મોડેલની વ્યાપક માગ રહેતી હતી, એમ એક વાહન ઉત્પાદક કંપનીના સેલ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. વાહનના ભાવ નિશ્ચિત કરતી વેળા આંતરિક તથા બહારી પરિબળોનો વિચાર કરાતો હોય છે એટલું જ નહીં લોનના દર ઉપરાંત સ્પર્ધાત્મકતા પણ જોવાતી હોય છે. આ ઉપરાંત ફુગાવા, વેતન ધોરણ, સલામતિના સાધનો તથા નિયમનકારી પગલાંએ પણ વાહનોની કોસ્ટમાં વધારો કરી દીધો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સ્ટીલના ભાવમાં વધારાએ પણ ભૂમિકા ભજવી છે. એપ્રિલ ૨૦૨૦માં બીએસ ૪માંથી બીએસ ૬માં રૂપાંતરને કારણે પણ વાહનોની કિંમત ઊંચે ગઈ છે. નિયમનકારી ફેરબદલને કારણે વાહન ઉત્પાદકોએ પોતાના એકમોમાં સુધારાવધારા કરવાની આવશ્યકતા પડી છે. ૨૦૨૩માં ઊતારૂ વાહનોનું હોલસેલ વેચાણ ૪૧ લાખના આંકને પાર કરી ગયું હતું. સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સની માગ વધતા ઊતારૂ વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. સ્પોર્ટસ વ્હકીલ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધારો જોવા મળ્યો હતો.