Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અફવાએ કરી કમાલ: નારગોલ-મરોલી રોડ પર સોનાના મોહમાં લોકો ઝાડુ લઈને પહોંચ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉમરગામના નારગોલ-દમણ કોસ્ટલ હાઈ વે પર રવિવારે બનેલી એક ઘટના સૌને ધ્યાને ચડી હતી. અહીં રસ્તા પર સોનું વેરાયું હોવાની અફવાએ લોકોને લલચાવ્યા હતા અને લોકો ઝાડુ લઈ ઉમટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર નારગોલથી મરોલી સુધીના પટ્ટા પર એક ટેમ્પામાંથી સોનેરી રંગની ધાતુ વેરાઈ ગઈ હતી. આ ધાતુ સોનું હોવાનું ગતકડું અમુક લોકોએ ફેલાવ્યું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીંથી પસાર થતાં ટેમ્પોમાંથી આ ધાતુના નાના નાના ટૂંકડા વેરાયા હતા. દિવસના તડકામાં તે ચમકતા હોવાથી લોકો તેને સોનું માની બેઠા હતા અને એકઠું કરવા દોડી આવ્યા હતા. લોકોએ આસપાસના ટ્રાફિકનો વિચાર પણ  હતો કર્યો અને ઝાડુ લઈ આ કટકા ભેગા કર્યા હતા. જોકે પછીથી જાણવા મળ્યું હતું કે આ તાંબાના ટૂકડા હતા. કોપર ગ્રેન્યુઅલ્સ નામે ઓળખાતી આ વસ્તુ ઈલેક્ટ્રિક વાયરમાંથી પ્લાસ્ટિક દૂર કર્યા બાદ વધેલો સામાન હોય છે. લગભગ સોના જેવું જ દેખાતું આ તાંબુ માત્ર એક સામાન્ય ધાતું છે. જોકે થોડા સમય માટે આ ધાતુએ લોકોમાં લાખોપતિ બની ગયાની લાગણી જગાવી હતી.