તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચિલોડામાં તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી ૨.૪૧ લાખની ચોરી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર નજીક આવેલા મોટા ચિલોડાના સુરમ્ય બંગ્લોઝમાં તસ્કરોએ બંધ મકાનમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૨.૪૧ લાખ રૂપિયાની મત્તા ચોરી લીધી હતી. ઘરે પહોંચેલા શિક્ષકને આ ચોરીની ઘટના અંગે જાણ થતા ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

મળતી વિગતો પ્રમાણે, સુરમ્ય બંગ્લોઝમાં મકાન નંબર ૨૫ ખાતે રહેતા અને સેક્ટર ૨૫માં આવેલી શાળામાં સ્પોર્ટ્સ શિક્ષક તરીકે કામ કરતા લોકેશ્વરસિંગ રમેશચંદ્ર તનવર ગત ૨૩ એપ્રિલના રોજ તેમનું મકાન બંધ કરીને હરિયાણા ગુડગાવ ખાતે તેમની બહેનના ઘરે વાસ્તાના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.

તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને બીજા માળે બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૨.૪૧ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. જોકે ગઈકાલે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું ખોલીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અંદરથી બંધ હોવાનું જણાયું હતું. જેથી પાછળની બાજુએ જોતા પાછળનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી ઉપરના માળે જતા બારીની ગ્રીલના સળિયા તૂટેલી હાલતમાં જણાયા હતા અને ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું લાગ્યું હતું. જેથી આ અંગે ચિલોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરી હતી.