Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પેપર લીક સામે હવે વધુ કડક કાયદો : 10 વર્ષ સુધીની જેલ, રૂ.10 કરોડ સુધીનો દંડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી : દેશભરમાં જાહેર પરીક્ષાઓમાં થતા પેપર લીકના કૌભાંડને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે કાયદો વધુ કડક બનાવ્યો છે. પેપર લીક વિરોધી સંશોધન વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા હવે તે અમલમાં આવશે.

નવી જોગવાઈ મુજબ પેપર લીકના કેસોમાં તપાસ બે મહિનામાં પૂર્ણ કરવી પડશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજિંદી સુનાવણી કરીને ત્રણ મહિનાની અંદર ચુકાદો આપવાનો રહેશે. દોષિતોને હવે 5થી 10 વર્ષ સુધીની કેદ અને વધુમાં વધુ રૂ.10 કરોડ સુધીનો દંડ થઈ શકશે.દરેક રાજ્યમાં આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

ઉપરાંત, પેપર લીકના કેસોની તપાસ માટે વિશેષ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે નવા કાયદાનો હેતુ પેપર લીકના સમગ્ર નેટવર્કને નાબૂદ કરીને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો છે.