નવી દિલ્હી: સુપ્રિયા સુળેએ દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થઈ રહેલી ગેરરીતિઓ અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ બળના ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સમગ્ર મામલે નિશ્ચિત સમયમર્યાદામાં ઉચ્ચ સ્તરીય SIT તપાસ કરાવવા તેમજ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા માટે સર્વપક્ષીય બેઠક અથવા JPCની રચનાની માંગ કરી છે.
સુળેએ જણાવ્યું કે, આ મુદ્દે રાજકારણ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે, પેપર લીક અને પરીક્ષા કૌભાંડથી પ્રભાવિત તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. તેમણે તાજેતરમાં સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષા (ગેરરીતિ નિવારણ) સુધારા કાયદા છતાં વિદ્યાર્થીઓમાં અસંતોષ યથાવત હોવાનું પણ જણાવ્યું.




