તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરત પોલીસે વિવિધ વિસ્તારમાં હાથ ધર્યુ ઓપરેશન : બારડોલી સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૩૦ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં ગ્રામ્ય માંથી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ ૧૩૦ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે.

તમામને સ્થાનીક પોલીસ સ્ટેશન ખાતે લાવી, તેઓની પુછપરછ કરી નાગરીકતા અંગે વેરીફીકેશન અંગેની કામગીરી ચાલુ કરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. આપને અહીં જણાવી દઈએ છીએ કે, શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે હાથ ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનમાં સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી તથા એસઓજી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ તથા સ્થાનીક પોલીસની તમામ ટીમો દ્વારા બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી, ઓલપાડ તાલુકા વિસ્તારમા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરીકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી ટાઉનમાંથી ૨૨, પલસાણામાંથી ૨૯, કડોદરામાંથી ૧૪, કામરેજમાંથી ૨૦, કીમમાંથી ૦૭, કોસંબામાંથી ૧૩, ઓલપાડમાંથી ૧૮ અને માંડવી માંથી ૦૭ મળી કુલ ૧૩૦ જેટલા  શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવામાં આવ્યા છે.