તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગાંધીનગરનાં સેક્ટર-3માં આવેલ કાચા પાકા 60થી વધુ દબાણ હટાવી દેવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં સેક્ટર-3માં વસાહતો આસપાસ ઝુપડપટ્ટીના દબાણ અને ગેરકાયદેસર શેડ ઊભા થઈ ગયા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી અને જેના પગલે ગાંધીનગરના તમામ તંત્રોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોલીસને સાથે રાખી છેલ્લા બે દિવસથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં કાચા પાકા 60થી વધુ દબાણ હટાવી દેવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરમાં હાલ એક ચોરસ મીટર જમીનનો ભાવ સવા લાખ ઉપર પહોંચી ગયો છે ત્યારે શહેરમાં સરકાર હસ્તકની અબજો રૂપિયાની જમીનો ખુલ્લી પડી છે અને તેમાં દબાણકારો દ્વારા કાચા પાકા દબાણો કરી દેવામાં આવતા હોય છે.

જોકે વસાહતોમાં આ પ્રકારના દબાણ ઊભા થઈ જવાને કારણે વસાહતમાં સુરક્ષા અને ગંદકીનો પ્રશ્ન ઊભો થતો હોય છે. મોટાભાગે સેક્ટરમાં આ પ્રકારની સ્થિતિ છે પરંતુ શહેરના સેક્ટર ૩માં રહેતા વસાહતીઓ દ્વારા સેક્ટરમાં વધી રહેલા દબાણની ફરિયાદ કલેકટર તંત્ર અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધી કરી હતી. જેના પગલે આ સેક્ટરમાં દબાણના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સેક્ટર-૩માં કલેકટરના દબાણતંત્ર, કોર્પોરેશનની એસ્ટેટ શાખા, વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કાચા પાકા દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા પાકા ઝુંપડાઓને પણ દૂર કરવામાં આવ્યા હતા. શોપિંગ સેન્ટરની આસપાસ વધેલા દબાણ અને ખુલ્લા પ્લોટમાં પાકગના મોટા શેડ પણ દૂર કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 60થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને હજી પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. તો સેક્ટરની ફરતે મુખ્ય માર્ગો ઉપર ઉભા થઈ ગયેલા લારી ગલ્લાના દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. તબક્કાવાર આ તંત્રો દ્વારા તમામ સેક્ટરોમાં આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવે તો શહેર દબાણથી મુક્ત થઈ શકે છે.(ફાઈલ ફોટો)