Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે 18.50 ટકા જ વરસાદ નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાધારણ થઇ છે અને અત્યાર સુધી સરેરાશ 5 ઈંચ સાથે મોસમનો 18.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 8 જુલાઈ સુધી 9.33 ઈચ સાથે સિઝનનો 34.61 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. ધોળકામાં સૌથી ઓછો 3.77 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે 8 જુલાઇ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઈંચ, અમદાવાદ શહેરમાં 14.21 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં આ અગાઉ 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઇ હતી અને એ વખતે 8 જુલાઈ સુધી માત્ર 10 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં વરસાદની મંગળવારે 70 ટકા, બુધવારે 94 ટકા, ગુરુવારે 40 ટકા જેટલી સંભાવના છે.