મૂળ ઉત્તરપ્રદેશનાં બસ્તી જિલ્લાના ગુરુવપુર અને હાલ પલસાણાના કારેલી ગામની સ્વર્ગ વિલા સોસાયટીના મકાન નંબર ૧૮૧માં ભાડેથી રહેતા રામમિલન બુધેરામ રાજભરની ૩૧ વર્ષીય પત્ની પુજાએ ૨૮મી માર્ચે મોડી રાત્રે પોતાના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે રામમિલનએ પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




