તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

“THE INCREDIBLE PEOPLE SEASON 7”માં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખુબ જૂજ લોકોને પોતાના કૌશલ્ય કહેતા ટેલેન્ટને રજુ કરવા માટેનું એક મંચ મળી શકે છે અને એમાં પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના મંચ સુધી તો ખુબ જ ઓછા લોકો પહોંચી શકે છે. ગુજરાતનો એક યુવાન, ગણિતજગતમાં વૈશ્વિક કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં સફળ રહ્યો. રશિયાના એક ટેલિવિઝન શૉ “THE INCREDIBLE PEOPLE SEASON 7” જે RUSSIA 1 ચેનલ ઉપર હોસ્ટ કરવા આવે છે તેમના દ્વારા ગુજરાતના મી. કેલ્ક્યુલેટર તરીકે જાણીતા અક્ષય ખત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. સમગ્ર વિશ્વના ઘણા બધા દેશોમાંથી અલગ અલગ ક્ષેત્રના તજજ્ઞોને પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં અક્ષય ખત્રી ગુજરાત તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સર્વપ્રથમ વ્યક્તિ હતા.

પોતાના પ્રદર્શનમાં અક્ષય ખત્રીએ કેલ્ક્યુલેટરની ક્ષમતાની બહારની ગણતરી કરીને તમામ નિર્ણાયકોને, પ્રવક્તા તથા તમામ દર્શકોને અચંબિત કરી દીધા હતા. કેલ્ક્યુલેટર સામાન્ય રીતે પ્રશ્નો ઉપરથી જવાબ બતાવવાની ગણતરી કરી શકે છે, પરંતુ અક્ષય ખત્રીએ પોતાના પ્રદર્શનમાં ઉત્તર ઉપરથી પ્રશ્ન કહીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એટલું જ નહિ પરંતુ, રિવર્સ મલ્ટિપ્લિકેશન ની સાથે સાથે 1000 કરોડ કરતા વધુ ઘડિયા, અને રિવર્સ પરસેન્ટેજનું પણ સફળતા પૂર્વક પ્રદર્શન કર્યું હતું. INCREDIBLE PEOPLE SHOW એ રશિયાનો ખુબ જ પ્રખ્યાત શૉ છે અને આ શૉમાં ભારતનું પ્રભુત્વ કરવા માટે શ્રી અક્ષય ખત્રીની પસંદગી ઍ સમગ્ર ગુજરાત અને અંતતઃ સમગ્ર ભારત માટે ખુબ જ ગર્વની વાત છે.