Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માણસા: પાંજળાપોળ ચોક પાસે ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે રૂ.3.13 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, ચાલક ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનની હદમાં ગત રોજ વહેલી સવારે માણસા-વિજાપુર રોડ પર પોલીસે વોચ ગોઠવી એક શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો, જેમાં લાખોની કિંમતનો દારૂ મળી આવ્યો છે. જોકે, અંધારાનો લાભ લઈને કાર ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

માણસા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ગ્રે કલરની ચેવરોલેટ સીડાન કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વિજાપુર તરફથી માણસા આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વિજાપુર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી કાર આવતા પોલીસે તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે માણસા તરફ ભગાવી હતી. પોલીસે ખાનગી વાહનોમાં આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીછો કરતા જોઈ ચાલકે ગાડી માલણવાસ થઈ પાંજળાપોળ ચોક તરફ દોડાવી હતી, જ્યાં અચાનક ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈ ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 238 બોટલો મળી આવી હતી.અ મામલે પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 3.13 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!