મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના નવું ફળિયામા રહેતા કમલેશભાઈ મોહનભાઈ ઢોડિયા (ઉ.વ.૩૯)નાઓ મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનુ ગુજરાન ચલાવે છે. જોકે તેઓએ ગત તારીખ ૧૪/૦૮/૨૦૨૪ના રોજ પોતાના કબ્જાની હીરો કંપનીની સ્પેલેન્ડર પ્લસ બાઈક નંબર જીજે/૨૬/એસ/૬૬૭૯નેઓટલા ઉપર લોક કરીને બાઈક પાર્ક કરી હતી.
પરંતુ બીજા દિવસે સવારે ઉઠીને જોતા જ્યાં બાઈક પાર્ક કરી હતી તે જગ્યા પર બાઈક જોવા મળી ના હતી જેથી કમલેશભાઈએ પોતાની બાઈક આજુબાજુમાં તપાસ કરી હતી તેમ છતા બાઈક નહિ મળી આવતા કોઈ અજાણ્યો ઈસમ બાઈકનું સ્ટેરીંગ હેન્ડલનુ લોક તોડી બાઈક ચોરી કરી ગયાનું સમજાયું હતું. બાઈક ચોરી અંગે કમલેશભાઈ ઢોડિયા નાએ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




