Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કરંટ લાગવાથી વિધાર્થીનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં અગાશી પર કપડા સૂકવવા બાંધેલા તારને અડકતા આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત થયું હતું. બનાવ અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરતના ઘોડાદરા કુબેર નગરમાં રહેતો ૨૨ વર્ષનો વેદપ્રકાશ ભોલાનાથ યાદવ પારૂલ યુનિવર્સિટીમાં આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ કરે છે.

તેના મિત્ર સાથે વાઘોડિયા રોડ ધનલક્ષ્મી સોસાયટીમાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. તેઓએ કપડા સૂકવવા માટે અગાશી પર તાર બાંધ્યો હતો. જોકે સાંજે સાત વાગ્યે તે અગાશી પર કપડા સૂકવવા ગયો હતો. તે દરમિયાન કરંટ લાગતા તે ઢળી પડયો હતો અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. થોડીવાર પછી તેનો મિત્ર અગાશી પર આવ્યો ત્યારે વેદપ્રકાશને ઢળી પડેલો જોતા એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ, તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. બાપોદ પોલીસે મૃતકની લાશ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.