Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહીસાગર નદીના પાણીમાં ડૂબી જવાથી ત્રણ મિત્રોના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર ખાતેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી અહીં ફરવા ગયેલા લગભગ 9 જેટલાં મિત્રો અહીં આવેલી મહીસાગર નદીમાં નહાવા કૂદયા હતા. તે સમયે જ ડૂબી જવાને કારણે 4 મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા પરંતુ 3 મિત્રોને બચાવી શકાયા નહોતા. તેઓ મૃત્યુ પામી ગયા જ્યારે એકને જ બચાવી શકાયો હતો.

માહિતી અનુસાર 9 જેટલાં મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતા. જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નહાવા પડ્યા. આ વખતે જ કોઈ એક મિત્રો ડૂબવા લાગતાં તેના ત્રણ સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા જેના પગલે આ દુર્ઘટના સર્જાઇ હતી. જોકે સ્થાનિકોની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી. એકને બચાવી લેવાયો, બાકી ત્રણ મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામે હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.