તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સ્વીડનમાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ત્રણનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્વીડનના ઉપ્સલા શહેરમાં મંગળવારે એક હેર સલૂનમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલો તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના વાકસાલા સ્ક્વેર નજીક સ્થિત એક સલૂનમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે,પાંચ ગોળીબારના અવાજ સાંભળ્યા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ હુમલાખોર સ્કૂટર પર ભાગી ગયો હતો. તે હાલમાં પોલીસ કસ્ટડીની બહાર છે. ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પ્રવક્તા મેગ્નસ જેન્સન ક્લેરિને જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં મોટા વિસ્ફોટોના અનેક અહેવાલો મળ્યા છે. આ ઘટના એવા સમયે બની જ્યારે ઉપ્સલામાં વેલપુરગીસ વસંત મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી.

જેમાં સામાન્ય રીતે ભારે ભીડ ઊમટે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્વીડનમાં સૌથી ભયંકર ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારમાં 10 લોકોના મોત થયાની તપાસમાં જાણવા મળ્યું છે કે રેબ્રો શહેરમાં એક પુખ્ત શિક્ષણ કેન્દ્રમાં 35 વર્ષીય વ્યક્તિએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા પછી, દેશની જમણેરી સરકારે બંદૂક કાયદા કડક બનાવવાની યોજના જાહેર કરી.