તાજા સમાચાર
Trending News : ડિજિટલ દુનિયામાં પીએમ મોદીનો ડંકો: ૩ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે વિશ્વના નંબર-1 નેતા | Trending News : કર્ણાટક સરકારનો ક્રાંતિકારી નિર્ણય: 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Trending News : સંસદનું બજેટ સત્ર: સાંસદો માટે નવી એડવાઈઝરી, સંસદ પરિસરમાં ગાડીની ઝડપ 10 કિમીથી વધવી ન જોઈએ | Trending News : AIની એક ભૂલ અને 160થી વધુ માસૂમ કન્યાઓનો ભોગ: ઈરાનના મીનાબમાં થયેલા હુમલાએ દુનિયાને હચમચાવી | Trending News : ઈંધણ સંકટની વાતો પાયાવિહોણી: દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાટમાં પેટ્રોલ પંપે દોટ ન મૂકવા સરકારની અપીલ | Latest News Tapi : બુહારી બજારમાં દુકાન ભાડે રાખવાની બાબતે પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Trending News : ડિજિટલ દુનિયામાં પીએમ મોદીનો ડંકો: ૩ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે વિશ્વના નંબર-1 નેતા | Trending News : કર્ણાટક સરકારનો ક્રાંતિકારી નિર્ણય: 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Trending News : સંસદનું બજેટ સત્ર: સાંસદો માટે નવી એડવાઈઝરી, સંસદ પરિસરમાં ગાડીની ઝડપ 10 કિમીથી વધવી ન જોઈએ | Trending News : AIની એક ભૂલ અને 160થી વધુ માસૂમ કન્યાઓનો ભોગ: ઈરાનના મીનાબમાં થયેલા હુમલાએ દુનિયાને હચમચાવી | Trending News : ઈંધણ સંકટની વાતો પાયાવિહોણી: દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ગભરાટમાં પેટ્રોલ પંપે દોટ ન મૂકવા સરકારની અપીલ | Latest News Tapi : બુહારી બજારમાં દુકાન ભાડે રાખવાની બાબતે પિતા-પુત્ર પર ત્રણ શખ્સોનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી |

Trending News : કર્ણાટક સરકારનો ક્રાંતિકારી નિર્ણય: 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોશિયલ મીડિયાના વળગણને કારણે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી રહેલી ગંભીર અસરોથી ચિંતિત કર્ણાટક સરકારે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે જ કર્ણાટક બાળકોના ડિજિટલ સુરક્ષા માટે આવો કડક નિર્ણય લેનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે.

બાળકોના સ્વાસ્થ્ય પર ખતરો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોબાઈલ ફોનના સતત ઉપયોગને કારણે નવી પેઢીમાં ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, ડિપ્રેશન અને ચીડિયાપણું જેવી ગંભીર સમસ્યાઓ વધી રહી છે. બાળકોના સર્વાંગી વિકાસને અવરોધતી આ પ્રતિકૂળ અસરોને રોકવા માટે કાયદાકીય પ્રતિબંધો અનિવાર્ય બન્યા છે. વૈશ્વિક સ્તરે પણ પ્રતિબંધની લહેર ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ પણ ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્રિટન અને અન્ય યુરોપિયન દેશો પણ ગેમિંગ પ્લેટફોર્મ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પર નિયંત્રણો લાદવા માટે વાલીઓના મંતવ્યો લઈ રહ્યા છે.

આંધ્રપ્રદેશ સરકાર પણ વિચારણા હેઠળ કર્ણાટક બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ પણ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવા અંગે સંકેત આપ્યા છે. મંત્રી નારા લોકેશે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને બાળકો તેના જોખમી પ્રભાવમાં સપડાઈ રહ્યા છે.

error: Content is protected !!