તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ દરમિયાન બે જવાન શહીદ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયો છે. જ્યારે બે જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું હતું જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અન્ય એક અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં નાયબ સૂબેદાર વિપિન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહ શહીદ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.

સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા છે. જ્યારે અન્ય ત્રણને સ્થાનિક સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આ મહિનાની 18 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે આતંકવાદીઓ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડોડા, કિશ્તવાડ અને રામબન જિલ્લાની આઠ વિધાનસભા સીટ પર 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે.

આ સાથે જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 બેઠકો પર પણ મતદાન થવાનું છે. અહેવાલ અનુસાર શુક્રવારે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટર પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. આ એન્કાઉન્ટર પહેલા, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટ શહેરમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે, તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ ચોક્કસ માહિતીના આધારે પોલીસ, સેના અને CRPFએ ચમરાડ સુરનકોટના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.