Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : કારમાં દારૂ લઈ જતાં રાજસ્થાનના બે ઈસમ ઝડપાયા, ત્રણ જણા વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ઉનાઈ નાકાના મીંઢોળા બ્રીજ પરથી કારમાં ઈંગ્લીશ દારૂ લઈ જતાં રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે દારૂ મંગાવનાર અને ભરી આપનાર બે જણા મળી ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૮/૦૮/૨૦૨૪ના રોજ બપોરના સમયે અલગ અલગ ખાનગી વાહનમા બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીગમાં નીકળેલ હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ડાર્ક વાદળી-લીલા કલરની મહિન્દ્રા XUV 300 ફોર વ્હીલ ગાડી નંબર આરજે/૧૨/સીબી/૫૫૧૫માં બે ઈસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી ભેંસકાતરી સરૈયા થઈ વ્યારા ઉનાઈ નાકા થઈ સ્ટેશન રોડ થઈ માંડવી થઈ વડોદરા તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વ્યારાના ઉનાઈ નાકા મીંઢોળા બ્રીજ પર આવી અલગ અલગ ટીમ બનાવી વોચમાં હતા.

તે દરમિયાન વ્યારા જિલ્લા સેવા સદન તરફથી બાતમીવાળી કાર આવતાં જોઈ પોલીસે કોર્ડન કરી કારને ઉભી રખાવી હતી અને પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિજયસિંહ ફતેસિંહ રાજપૂત (રહે.બસુ, તા.ઉરાબર, જિ.ઉદયપુર, રાજસ્થાન) અને ક્લીનર સીટ પર બેસેલનુ નામ પૂછતા તેણે પોતાનુ નામ પર્વતસિંહ મોહબતસિંહ રાજપૂત (રહે.અદવાસ રૂણીજા, તા.ગીરવા, જિ.ઉદયપુર, રાજસ્થાન)નહોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારના પાછળના ભાગે તથા પાછળની સીટ નીચે તેમજ ડીકીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની છૂટી તથા પુંઠાના બોક્ષમા ઈંગ્લીશ દારૂની કાચની ૩૨૪ નંગ બોટલ મળી આવી હતી.

આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જેની કિંમત રૂપિયા ૧,૬૨,૦૦૦૦/-, બે નંગ મોબાઈલ તથ રોકડ રૂપિયા અને કાર મળી કુલ રૂપિયા ૬,૭૨,૫૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર દેવેન્દ્રસિંહ રાજપૂત (રહે.ઉદયપુર, રાજસ્થાન) અને પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડનાર બે અજાણ્યા ઈસમો મળી કુલ ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. બનાવ અંગે પોલીસ કમર્ચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે ત્રણ ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.