તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વીરપુર ગામની સીમમાંથી ટ્રકમાં પશુ ભરી જતાં બે ઈસમો પકડાયા, બે વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વીરપુર ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી હતી જેમાંથી ૧૨ નંગ ભેંસો અને ૧ નંગ પાડા સહિત રૂપિયા  ૧૨.૫૦ લાખનાં મુદ્દામાલ સાથે ચાલક અને કલીનરની ધરપકડ કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાં આવેલ શ્રી સવાઈભોજ કિરાણા સ્ટોર સામેથી પોલીસે ટાટા કંપનીની બંધ બોડીની એક ટ્રક નંબર જીજે/૦૧/ડીવી/૫૩૨૭માં તપાસ હાથ ધરતા ટ્રકમાં પશુઓ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું.

જોકે ટ્રકમાં કુલ ૧૨ નંગ ભેંસો અને એક નંગ પાડો વગર પાસ પરમિટે ભરી તેમજ ખીચોખીચ અને ટૂંકી દોરીથી બાંધી, ઘાસચારા-પાણીની વ્યવસ્થા વગર તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી અને કોઈ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર પશુઓનું વહન થતું હોવાનું બહાર આવતાં રૂપિયા ૨.૨૫ લાખની ટ્રક મળી કુલ રૂપિયા ૧૨,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે અશરફ મિયાં એહમદ મિયાં સૈયદ (રહે.જમ્મુસર ગામ, વાટા વિસ્તાર, રજા મસ્જિદ પાસે, તા.જંબુસર. જિ.ભરૂચ, મૂળ રહે.ચિશ્તીનગર, તરસાડી વોટર ટેંક પાસે, તા.માંગરોળ, જિ.સુરત) અને સદ્દામહુસેન સલીમભાઈ મારવાડી (રહે.હુસોનિયા નગર સોસાયટી, વેજલપુર રેલવે સ્ટેશન પાસે, ભરૂચ)નાંઓની અટકાયત કરી હતી, જ્યારે ભેંસો ભરી આપનાર દિલાવર યુસુફ મુન્શી (રહે.મોટા નાગોરીવાડ, મદીના હોટલ પાસે, ભરૂચ) અને ટ્રક માલિક સરફરાજ મુસા પટેલ (રહે.ભીખા ખડકી આછોદ, ભરૂચ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીને ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.