તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

વ્યારા નગરપાલિકા ચૂંટણી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ : નગરપાલિકાના વિવિધ વોર્ડમાં કુલ ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, ચકાસણીના અંતે ૫૬ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઉમેદવારી ફોર્મની ચકાસણીની વિગતો વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નગરપાલિકાના વિવિધ વોર્ડમાં કુલ ૮૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણીના અંતે ૫૬ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આ ચકાસણી બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વોર્ડ વાઈઝ વિશ્લેષણ કરીએ તો, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ૨૮ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ૧૭ અને આમ આદમી પાર્ટીના ૯ ફોર્મ માન્ય થયા છે. અપક્ષ તરીકે પણ ૨ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.

વ્યારા નગરપાલિકા ચૂંટણી: ભાજપના તમામ ૨૮ ફોર્મ માન્ય, અન્ય પક્ષોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ

વ્યારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મ્સની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ફોર્મની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટીએ તમામ ૭ વોર્ડમાં કુલ ૨૮ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જે તમામ ચકાસણીના અંતે માન્ય ઠર્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલ કુલ ૨૧ ફોર્મમાંથી ૧૭ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે ૪ ફોર્મ અમાન્ય (રદ) થયા છે.  તથા આમ આદમી પાર્ટી ‘આપ’ દ્વારા ૧૦ ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી ૯ ફોર્મ માન્ય રહ્યા છે અને ૧ ફોર્મ અમાન્ય જાહેર કરાયું છે. તેમજ અપક્ષ તરીકે નોંધાયેલા ૨ ફોર્મમાંથી બંને રદ થતા શૂન્ય પર આંકડો પહોંચ્યો છે. વોર્ડ નં. ૨ અને ૪ માં ભાજપના ૪-૪ ફોર્મ સામે કોંગ્રેસ અને ‘આપ’ ના અમુક ફોર્મ રદ થતા સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નં. ૫ અને ૭ માં કોંગ્રેસના એક પણ ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું નથી, જે પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.