મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઉચ્છલના સાકરદા બ્રીજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૮/૨૦૨૪નાં રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.





