Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મણિપુરમાં અલગ-અલગ જગ્યા પર ભય નો માહોલ : મતદાન મથક પાસે ફાયરિંગ, EVMમાં તોડફોડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાનઉત્તર પૂર્વના મણિપુરનામોઇરાંગમાંમતવિસ્તારનાથમનપોકપીમાં એક મતદાન મથક પાસે ફાયરિંગની ઘટના બની હતી.ગોળીબાર બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હોવાના અહેવાલ છે. ગોળીઓનો અવાજ સાંભળીને મતદારો ભાગી ગયા હતા. જો કે, રાહતની વાત એ છે કે આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી, આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ સોશિયલમીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મતદારોભાગતા જોવા મળ્યા હતા.

આ પહેલા ઈમ્ફાલઈસ્ટનાખોંગમેનમાં એક મતદાન મથકમાંઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સશસ્ત્ર બદમાશોએ મતદાન મથકમાંઘૂસીનેઈવીએમ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં તેના હુમલામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. ઘટના સમયે પોલીસ અધિકારીઓ અને રાજકીય પક્ષોનાએજન્ટો પણ હાજર હતા. સશસ્ત્ર અરાજકતાવાદીઓ નકલી મત આપવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ ઈવીએમમાં ​​તોડફોડ કરી હતી. મતદાન મથક પર હિંસાની ઘટનાને ધ્યાનમાં રાખીને, સ્થળ પર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે, જ્યારે મણિપુરની બે લોકસભા બેઠકો (આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર) પર મતદાન શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.