Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત, પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સરૈયા ગામનાં વડના ઝાડનાં પાસે વળાંકમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને સામેથી અડફેટે લેતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં વાંસકુઈ ગામે રહેતા સચિનભાઈ પ્રવીણભાઈ ચૌધરી (ઉ.વ.35)નાંઓ ગત તારીખ 13/01/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક લઈ મહાલ ગામ એકલવ્ય સ્કુલ ડાંગ જિલ્લાથી પોતાના ઘરે આવી રહ્યા હતા.

તે દરમિયાન સરૈયા ગામના ઝાડ પાસે વળાંકમાં કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે સામેથી પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને બેદરકારીભરી રીતે ચલાવી લાવી સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દમિયાન મોત નિપજ્યું હતું જયારે બાઈક પર સવાર આલીશભાઈને જમણા પગે ફેકચર થયું હતું અને પ્રાચીબેનને પણ જમણા પગમાં ફેક્ચર થતાં બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પ્રદીપભાઈ ચૌધરી નાંએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.