તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

‘અલૌકિક ક્ષણ…’, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બોલ્યા વડાપ્રધાન મોદી, 121 આચાર્યોના માર્ગદર્શન હેઠળ થશે પ્રાણ પ્રતિષ્ઠા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા.

વડાપ્રધાન મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ : રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, અયોધ્યા ધામમાં શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ સૌ કોઈને ભાવ-વિભોર કરનાર છે. આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારું પરમ સૌભાગ્ય છે. જય સિયારામ.

વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગીએ તેમનું સ્વાગત કર્યું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 12:30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ છે.

84 સેકન્ડનો શુભ મુહૂર્ત, આ સમયમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા : આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનો ખૂબ જ ટૂંકા ગાળાનો શુભ મુહૂર્ત છે જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેમાં કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જે મુહૂર્તની પસંદગી કરી છે તેને સૌથી સચોટ માની તેમાં જ રામલલાની સ્થાપના કરાશે. આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે જે 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડનું જ હશે.

121 આચાર્યોના માર્ગદર્શન હેઠળ થશે પ્રાણ પ્રતિષ્ઠા : આ પ્રાણ પ્રતિષ્ઠામાં 121 આચાર્યો હશે જેઓ માર્ગદર્શન આપશે અને મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કરશે. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.