Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં ઝેરોક્ષના સંચાલકએ બાળકીની છેડતી કરતા પરિવારે મારમારી તેને પોલીસને સોપ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલ ઝેરોક્ષના સંચાલક દ્વારા બાળકીની છેડતી કરવા બાબતે પરિવારના સભ્યોએ ભેગા થઈને દુકાન સંચાલકને મારમારી તેને પોલીસને સોપ્યો હોવાની ઘટના જાણવા મળી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા ઝેરોક્ષની દુકાન ચલાવવામાં આવી રહી છે. દરમિયાન અહીં એક બાળકીની તેના દ્વારા છેડતી કરવામાં આવતી હતી. આ મામલે બાળકીએ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેથી તેઓ એકઠા થયા હતા અને ઝેરોક્ષની દુકાન ખાતે પહોંચીને હોબાળો મચાવીને ઝેરોક્ષ સંચાલકને મારમારી તેને ફતેગંજ પોલીસ મથકે લઈ ગયા હતા અને ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.