Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પશ્ચિમ પાકિસ્તાનમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ : જોરદાર આંચકાથી લોકો ગભરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પશ્ચિમ પાકિસ્તાનમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પાકિસ્તાનમાં બપોરે 2:57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જો કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પરંતુ પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ પહેલા 17 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગ (PMD) અનુસાર જાન્યુઆરીમાં પણ, પાકિસ્તાનના ભાગોમાં 6.0ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 હતી. તેની ઊંડાઈ 190 કિલોમીટર નોંધાઈ હતી. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં અલગ-અલગ તીવ્રતાના ભૂકંપ વારંવાર આવે છે. પરંતુ વર્ષ 2005માં પાકિસ્તાનમાં સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 74 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.