તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થોડા સમયમાં થવાની છે, આ પહેલા જ ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. પંચે ભડકાઉ ભાષણ અને તથ્યો વગરના નિવેદનો ના આપવાનો કડક નિર્દેશ આપ્યો છે. પંચે કહ્યું છે કે પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધાર પર મત ના મગાવવા જોઈએ. પંચે કહ્યું કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા કે કોઈ અન્ય ધાર્મિક સ્થળને લઈ નિવેદન આપવાથી બચવું જોઈએ. જો કોઈ આનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની મોટી ભૂમિકા હોય છે. ઘણી વખત સ્ટાર પ્રચારકોથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ જાય છે પણ આ વખતે ઉલ્લંઘન કરવા પર તમામ સ્ટાર પ્રચારકોની મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલાથી જ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાની નોટિસ મળી ચૂકી છે, બીજી વખત આવુ કરવા પર તે તમામની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પંચ તરફથી આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિને પ્રોત્સાહન આપી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેત્તરમાં જ રાજકીય પાર્ટીને નૈતિક અને સન્માનજનક રાજનીતિને પ્રોત્સાહન આપવું જોઈએ. પંચની આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિ તરફ પ્રેરિત કરે છે. પંચે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને અભિયાન દ્વારા રોકવા માટે પાયો તૈયાર કરી રહ્યા છે. પંચે પાર્ટીઓને સાર્વજનિક શિષ્ટાચાર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તે લોકો પર લોકો પર વધારાની જવાબદારી નાખવા સૂચના આપી, જેને પહેલા નોટિસ મળી ચૂકી છે. આ એડવાઈઝરીમાં સોશિયલ મીડિયાની ગતિવિધિઓને પણ સામેલ કરવામાં આવી છે. વિપક્ષીઓને બદનામ કરવા કે અપમાન કરનારી પોસ્ટને શેયર ના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.