Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જયપુરમાં બસ-ટ્રકની ટક્કર, 3નાં મોત અને 25 ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જયપુર:રાજસ્થાનના જયપુરમાં બગરૂ ફ્લાયઓવર નજીક યાત્રાળુઓને લઈ જતી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા. તેઓ મહારાષ્ટ્રના નાસિકથી સાંવરિયા શેઠનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી.અકસ્મતનું કારણ જાણવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ( સૌજન્ય )