Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી મેટ્રોમાં સરકાર વિરોધી પોસ્ટર, પોલીસની FIR

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા બે પોસ્ટર મળી આવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે અજાણ્યા લોકો સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને મેટ્રો રેલવે એક્ટ, 2002 હેઠળ FIR નોંધાવી છે. તપાસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.

FIR મુજબ, 20 ઑક્ટોબરે DMRCના ટ્રેન ઓપરેટર તરુણ ચૌધરીને નવી દિલ્હીથી યશોભૂમિ જતી ટ્રેનમાં બે પોસ્ટર જોવા મળ્યા હતા. તેમણે પોસ્ટર હટાવીને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પોસ્ટરો પર છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા ફેરફારો અંગે દાવા કરવામાં આવ્યા હતા અને QR કોડ દ્વારા લોકોને એક ઓનલાઇન ગ્રુપ સાથે જોડાવાનું આમંત્રણ અપાયું હતું.પોલીસે બંને પોસ્ટર જપ્ત કરી લીધા છે અને તેને લગાવનાર વ્યક્તિઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.