Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદના સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારે દ્વારા હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ પણ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં હોય તેવું જોવા મળ્યું હતું. આ હુક્કાબાર પકડાયા બાદ એવી પણ ચર્ચા જાગી છે કે, અમદાવાદ શહેરમાં  હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદે રીતે હુક્કાબાર ધમધમી રહ્યાં હોય તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા સિંધુભવન રોડના એક લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ચાલતો ઝડપ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેફેમાંથી 6 હુક્કા, 75 અલગ અલગ ફલેવરના પેકેટ મળ્યા છે. પોલીસે કાસાનોવા કેફેમાંથી 16 હજાર 580નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ હુક્કાબારના માલિક પિન્કેશ પટેલ, રાજદીપ સોની અને કમલેશ બગડા હોવાની વિગતો સામે આવી છે.