Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નિકલ સપ્લાય પૂરી પાડતી 1 બેલારુસિયન અને 3 ચીની કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાએ પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નિકલસપ્લાય પૂરી પાડતી એક બેલારુસિયન અને ત્રણ ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના આ પગલાથી પાકિસ્તાને મોટો ઝટકો લાગ્યો છે અને તેમનું કહવુંછે કે, નિકાસ નિયંત્રણનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  અમેરિકી વિદેશ મંત્રાલયે આ પ્રતિબંધની જાણકારી આપી ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ વિદેશ મંત્રી મુમતાઝઝહરાબલોચને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે નિકાસ નિયંત્રણોના રાજકીય ઉપયોગને નકારી કાઢીએ છીએ. તે જાણીતું છે કે આ એવા દેશો છે કે જેઓ પરમાણુ શસ્ત્ર નિયંત્રણને સખત રીતે અનુસરવાનો દાવો કરે છે.

તેઓએ કેટલાક દેશો માટે અદ્યતન ટેક્નોલોજી માટે લાયસન્સનીઆવશ્યકતાઓને પણ માફ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આવા ભેદભાવપૂર્ણ અભિગમ અને બેવડા માપદંડો પરમાણુ હથિયારોને નિયંત્રિત કરતી સત્તાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરે છે. આ રીતે લશ્કરી અસમાનતાને પ્રોત્સાહન આપવાથી પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષાનાઉદ્દેશ્યો પણ નબળા પડે છે. આ પહેલા પણ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલા હોવાના આરોપો પર કોઈ પુરાવા દર્શાવ્યા વિના કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે અમે અમેરિકાના નવા નિયમો અને નિયમોની વિશિષ્ટતાઓથી વાકેફ નથી. પરંતુ આ પહેલા પણ આપણે ઘણી વખત જોયું છે કે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

અમેરિકા દ્વારા પ્રતિબંધિત કંપનીઓમાંચીનનીઝિયાનલોંગડેટેક્નોલોજી, તિયાનજિનક્રિએટિવસોર્સઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ, ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસનીમિન્સ્કવ્હીલટ્રેક્ટરપ્લાન્ટનો સમાવેશ થાય છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કંપનીઓ પર પ્રતિબંધ લાદવાનો હેતુ સજા આપવાનો નથી પરંતુ કંપનીઓના વલણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. એક રિપોર્ટ અનુસાર જે કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમની અમેરિકનસંપત્તિઓબ્લોક કરી દેવામાં આવી છે. શેરધારકો કે જેઓ પ્રત્યક્ષ કે આડકતરી રીતે આ કંપનીઓમાંથી 50 ટકા કે તેથી વધુના માલિક છે તેઓ પણ આ પ્રતિબંધને આધીન છે.