Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વટવા મર્ડર કેસમાં નવો વળાંક: ભોજનની માથાકૂટમાં થયેલી હત્યાની તપાસ નકલી નોટોના મોટા રેકેટ સુધી પહોંચી, ૬ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ: થોડા દિવસો પહેલા અમદાવાદના વટવા વિસ્તારના એક ફ્લેટમાંથી ઈમરાન સિંધા નામની વ્યક્તિની કહોવાયેલી લાશ મળી હતી. ભોજનમાં કીડી નીકળવા જેવી સામાન્ય બાબતે રૂમ પાર્ટનરે જ તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જો કે, વટવા પોલીસ અને સ્થાનિક ગુના શાખા (એલસીબી)ની ઊંડી તપાસમાં આ મર્ડર કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. હત્યાનો ભોગ બનનાર ઈમરાન પોતે જ નકલી નોટો છાપવાના એક મોટા રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખૂલ્યું છે.

પોલીસે તપાસ દરમિયાન આશરે રૂ.૨૮.૯૪ લાખની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરી છે અને આ સપ્લાય ચેઈન સાથે જોડાયેલા ૬ શખ્સોની ધરપકડ કરી છે.તપાસમાં જાણવા મળ્યું કે મૃતક ઈમરાન સિંધા જ નકલી નોટોના રેકેટનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે માર્ચ ૨૦૨૬માં વટવાના ‘સતેજ હોમ્સ’માં ભાડે ઘર રાખીને આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.આ ગેંગ લેપટોપ અને પ્રિન્ટરની મદદથી રૂ.૫૦૦ના દરની નકલી નોટો છાપતી હતી અને અલગ-અલગ લોકો દ્વારા તેને બજારમાં ફરતી કરતી હતી.પ્રાથમિક તપાસ મુજબ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે રૂ.૬૦ લાખની નકલી નોટો છાપી હતી. ઈમરાનની હત્યા થતાં જ બાકીના સાગરીતો પ્રિન્ટર, લેપટોપ અને બાકીની નોટો લઈને ભાગી ગયા હતા, જેમાંથી રૂ.૨૮.૯૪ લાખની નોટો પોલીસે રિકવર કરી લીધી છે.નોંધાયેલા હત્યાના કેસની તપાસ દરમિયાન આ સફળતા મળી છે. વટવા પોલીસે નકલી નોટો છાપવાના આ રેકેટ અંગે હવે એક અલગ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.