Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં ૨૯૮ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર બાજનજર રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગના નેજા હેઠળ તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાસ મોનીટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો.જેના થકી ૨૩ બારડોલીમાં સમાવિષ્ટ  તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારના કુલ ૨૯૮ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગની મોનીટરીંગ રૂમમાં સાતત્યપૂર્ણ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ લાઈવ વેબ કાસ્ટિંગ થકી ૨૯૮ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. પ્રશ્નના નિરાકરણ માટે સંબંધિત વિસ્તારના એ.આર.ઓ. ફરજ પર હતા. જેઓ ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે સક્રિય ભૂમિક ભજવી હતી.

આઠ અધિકારીઓ દ્વારા વેબ કાસ્ટિંગ થકી ચાપતી નજર રાખવામાં આવી રહી હતી. જ્યાંથી સમગ્ર જિલ્લામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરા દ્વારા મિનિટ ટૂ મિનિટ અને સેકન્ડ ટૂ સેકન્ડ નિરીક્ષણ કરાયું હતું.જ્યાં સુધી પોલિંગ બૂથો પર ઈ.વી.એમ. સહિતની તમામ સામગ્રી તેમજ તમામ સ્ટાફ બૂથ ખાલી કરીને રવાના ન થાય ત્યાં સુધી લાઈવ વોચ રાખવામાં આવી હતી.