Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઇન્ડીગઠ બંધન તારીખ 4 જૂને નવી સરકાર બનાવી રહી છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકસભા ચૂંટણી ના રિઝલ્ટ મુદ્દે મોટો દાવો કરવામાં આવ્યો હતો, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનખડગે એ કહ્યું હતું કે, ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડીગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ઇન્ડીગઠબંધન4 જૂને નવી સરકાર બનાવી રહી છે. તેમણે કહ્યું કે અમને એવા અહેવાલ મળ્યા છે કે, ઇન્ડીગઠબંધન આગળ છે અને ભાજપ પાછળ છે. વડાપ્રધાનમોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરે છે પરંતુ મોદી મૌન છે.

આવા લોકોને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં આવતા નથી? ખડગેએ કહ્યું કે, મોદી પોતાના ભાષણમાં મટન, ચિકન, મંગલસૂત્ર આ બધી વાતો કરે છે. જો તમારે વોટ લેવા હોય તો તમારા કામને આધારે વોટ લો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, અમારી લડાઈ ગરીબો વતી છે. જેમને એક સમયનું ભોજન નથી મળતું, જેમને નોકરી નથી મળતી. ડિગ્રી અને ડિપ્લોમા કર્યા પછી પણ તેમને નોકરી નથી મળી રહી. ઘણી જગ્યાઓ ખાલી છે. સરકારી નોકરીઓ, તે જગ્યાઓ ભરવાની છે, કેન્દ્ર સરકાર ખાલી જગ્યા ભરવા તૈયાર નથી. ખડગેએ વધુમાં કહ્યું, INDIA ગઠબંધન બેરોજગારી અને મોંઘવારી સામે લડી રહ્યું છે. આપણે બધાએ લોકશાહીને બચાવવા માટે કામ કરવું જોઈએ, નહીં તો આપણે ગુલામીમાંજઈશું

દરેકને મત આપવાનો અધિકાર છે. જો લોકશાહી નહીં હોય તો સરમુખત્યારશાહી હશે. તો તમે કેવી રીતે મત કરશો ? કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનખડગેએ કહ્યું કે, અમે પછાત લોકો, મહિલાઓ અને નબળા લોકોને આગળ લાવવા માટે જાતિ ગણતરી કરીશું. આ જ્ઞાતિ-જાતિ વચ્ચે સંઘર્ષ ઊભો કરવાનો નથી પણ અમે તેમની સ્થિતિ જોઈને પછી નીતિ બનાવવા માગીએ છીએ. તેમણે કહ્યું કે અમે દલિતો, પછાત લોકો અને આદિવાસીઓના ભલા માટે જાતિ ગણતરી કરીશું. મોદીજીએ કહ્યું કે, જો તમારા ઘરમાં બે ભેંસ છે તો તમે એક મુસ્લિમને આપી દેશો.

પીએમ મોદી એટલું ખોટું બોલે છે કે શું બોલવું. ભાજપ પર મોટો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, જ્યાં ભાજપના લોકો મજબૂત છે ત્યાં વિપક્ષના લોકોને પણ નામાંકનભરવાથી રોકવામાં આવી રહ્યા છે. ચૂંટણી એજન્ટોનેડરાવવામાં આવી રહ્યા છે. ખડગેએહૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવી લતા દ્વારા આઈડીચેકિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. માધવીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં એક મહિલા ઉમેદવાર બુરખામાં જોઈ રહી હતી. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ થઈ શકે નહીં.