Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરાના સિંધરોટ નજીક આવેલ મહી નદીમાંથી ચાર યુવકનાં મૃતદેહ મળ્યા, પોલીસે તપાસ શરૂ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ઠંડક મેળવવા માટે નદી કે તળાવોમાં નાહવાની મજા માણતા હોય છે. જોકે નાહવા દરમિયાન ડૂબવાના અનેક કિસ્સાઓ અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આવી જ કઈક ઘટનાના દ્વશ્યો વડોદરાના સિંધરોટ નજીક આવેલી મહી નદીમાં જોવા મળ્યા હતા. જ્યાં એક સાથે ચાર યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. હાલ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ચારેય યુવકો નદીમાં ન્હાવા માટે આવ્યા હતા.

જોકે હજુ સુધી ચારેય યુવકોના મોત અંગે સાચુ કારણ જાણી શકાયું નથી. ચારેય યુવકોના મૃતદેહ મળી આવ્યાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ સાથે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ દોરડા વડે ચારેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તાલુકા પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. અને ચારેય યુવકો ક્યાં ગામના હતા તેની પણ કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. કેટના મહી નદીમાં મનાઈ છે તેમ છતાં અનેક લોકો અહીં મુલાકાત લેવા પહોંચે છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ રાજ્યમાં પોઈચા, મોરબી અને ભાવનગરમાં ડૂબવાની ઘટના બની છે.