Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થતાં અને હોર્મુઝની ખાડીમાં પરિવહન સામાન્ય બનતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી ઘટ્યા છે. છતાં ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા નથી.

સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા મુજબ ભાવ નક્કી કરતી વખતે ક્રૂડની સરેરાશ કિંમત, ડોલર-રૂપિયાનો વિનિમય દર, રિફાઈનિંગ ખર્ચ, ટેક્સ અને કંપનીની કિંમતી નીતિ જેવા પરિબળો મહત્વ ધરાવે છે.

બીજી તરફ, ક્રૂડ, એલપીજી અને એલએનજીના જહાજોનું આગમન ફરી શરૂ થતાં કેન્દ્ર સરકારે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ઉદ્યોગો માટે કોમર્શિયલ એલપીજીના પુરવઠા પરના નિયંત્રણો હટાવી દીધા છે. હવે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો તબક્કાવાર પૂર્વવત્ કરવામાં આવશે.