તાજા સમાચાર

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો લોકરક્ષક રૂ. ૬,૦૦૦ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઈ મહાવીરસિંહ ચુડાસમા (બ.નં. ૧૬૨૯) રૂ. ૬,૦૦૦ની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.

મળતી વિગતો મુજબ, આરોપી લોકરક્ષકે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થવા માટે માસિક હપ્તા પેટે ત્રણ પોલીસ કર્મચારીઓના કુલ રૂ. ૧૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી પ્રથમ હપ્તાના રૂ. ૬,૦૦૦ ફરિયાદી પાસેથી અગાઉ વસૂલ કરી લેવાયા હતા અને બાકીના રૂ. ૬,૦૦૦ આજે આપવાના નક્કી થયા હતા.

પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે દસક્રોઈ તાલુકાના બડોદરા ગામ ચાર રસ્તા પાસે છટકુ ગોઠવ્યું હતું. આરોપી મિતુરાજસિંહે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂ. ૬,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેમને સ્થળ પરથી આબાદ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રૂ. ૬,૦૦૦ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.