Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બનાસકાંઠામાં એસએમસીનો દરોડો,કાપડની આડમાં રૂ.૧.૦૫ કરોડનો દારૂ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બનાસકાંઠાના ઉણ ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે થરા-રાધનપુર હાઇવે પર રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી કાપડના બંડલોની આડમાં સંતાડેલો રૂ.૧.૦૫ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકના ડ્રાઇવર ઓમપ્રકાશ કાકળ અને હેલ્પર જિતેન્દ્રકુમાર કાકળ (બંને રાજસ્થાન)ની ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભુજની આશાપુરા એન્ટરપ્રાઇઝના નામે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ મોકલનાર હરીશ કુંકણા, લુધિયાણાના સપ્લાયર, ટ્રક માલિક સહિત ભુજમાં દારૂ મંગાવનાર મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.