આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી થતી રહેતી હોય છે. જેના આધારે એસ.ઓ.જી.પશ્ચિમ રેલ્વે વડોદરાની બે જૂનના રોજ એસ.ઓ.જી. પ.રે.વડોદરા કેમ્પ-સુરત પોલીસનો સ્ટાફ રાત્રિના 8 વાગ્યાથી સુરત રેલવે સ્ટેશન ઉપર ફરજમાં હાજર હતા. 
પોલીસે જિતુ બનટુ નાહક (ઉ.વ.28, ધંધો-એમ્બ્રોડરીના કારખાનામાં મજુરીકામ હાલ રહે-રૂમ નં.54 ગણેશનગર-1 વડોદ પાંડેસરા ગામ સુરત) અને રાજેન્દ્ર પ્રફુલબિના બીનધાની (ઉ.વ.26, ધંધો-ખેતમજુરી કામ રહે-ગામ-બંધાગડા થાના-ફીરંગીયા જિ.કંધમાલ,ઓડીશા)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પાસેથી 23.104 કિ.ગ્રા.ગાંજો રૂ.2.31 લાખ, બે મોબાઈલ ફોન કિ.રૂ.10 હજાર તથા રોકડ રકમ મળી રૂ.2.42 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.



