Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોલિવુડ એક્ટર વરુણ ધવન બન્યા પુત્રીના પિતા, ચાહકોએ સોશિયલ મીડિયા પર પાઠવ્યા અભિનંદન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોલિવુડ એક્ટર વરુણ ધવન પિતા બની ગયો છે. એક્ટરની પત્ની નતાશા દલાલે તારીખ 3 જૂન 2024નાં રોજ પુત્રીને જન્મ આપ્યો છે. સૌપ્રથમ વરુણ ધવનના પિતા ડેવિડ ધવને આ વાતની પુષ્ટિ કરી હતી. તારીખ 3 જૂન 2024નાં રોજ નતાશા દલાલને લેબર પેઈન થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરુણ ધવન પણ હોસ્પિટલની બહાર સ્પોટ થયો હતો. આ દરમિયાન વરુણના હાથમાં એક બેગ અને પાણીની બોટલ હતી. ધવન પરિવાર હાલમાં ખુશીથી ઝૂમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વરુણના ચાહકો તેને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. હવે એક્ટરે પણ ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી છે.

વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. વરુણ ધવન અને નતાશા પહેલીવાર પેરેન્ટ્સ બન્યા છે. આ અવસર તેના માટે ખૂબ જ ખાસ છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા એક્ટરે લખ્યું કે, ‘હમારી બિટિયા રાની કા આગમન હો ચૂકા હૈ’. વરુણ ધવને આગળ લખ્યું કે, તમે પાઠવેલી તમામ શુભકામના માટે આભાર જે તમે માતા અને દીકરી માટે પાઠવી છે. ત્યારબાદ તેણે ઈશ્વરનો આભાર માનતા લખ્યું કે, ‘હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સોશિયલ મીડિયા પર વરુણની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. વરુણ ધવને તારીખ 18 ફેબ્રુઆરી 2024નાં રોજ પત્ની નતાશાની પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ ચાહકો સાથે શેર કર્યા હતા. ફોટો શેર કરતા એક્ટરે લખ્યુ હતું કે, અમે પ્રેગનન્ટ છીએ. તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.