Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય વિજય : અમિત શાહ 7,31,444 વોટથી વિજય થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા હતા. અમિત શાહનો લગભગ 731444 વોટથી વિજય થયો હતો. અમિત શાહને 991833 વોટ મળ્યા હતા. જ્યારે સોનલબેન પટેલને 260389 વોટ મળ્યા હતા. વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. અમિત શાહે તેમના વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 5,57,014 મતોથી હરાવ્યા હતા.

તેમને લગભગ 8,94,000 મત મળ્યા હતા. કોંગ્રેસે આ વખતે ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ 1984થી જીતી શકી નથી. પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી ચૂકેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 40 વર્ષથી સક્રીય છે. જુલાઈ વર્ષ 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. વર્ષ 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. વર્ષ 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા.

વર્ષ 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી. વર્ષ 1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.