Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Theft : એક સાથે સાત મકાનનાં તાળા તૂટતા પોલીસ દોડતી થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કચ્છનાં અબડાસા તાલુકાના વાયોર નજીક અલ્ટ્રાટેક કંપનીની સેવા ગ્રામ ટાઉનશીપમાં એક સાથે સાત સાત મકાનનોના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના ઘરેણા રોકડ મળીને 2 લાખ 97 હજારના મુદમાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાયરો પોલીસ મથકે મુળ મધ્યપ્રદેશના હાલ વાયર અલ્ટ્રાટેક કંપનીની સેવાગ્રામ ટાઉનશીપમાં રહેતા અને માઇન્સ મેકેનીકલ તરીકે નોકરી કરતા વિજયકુમાર લક્ષ્મીપ્રસાદ ગુપ્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ સોમવારે રાત્રીના બાર વાગ્યાથી મંગળવારના સવારે છ વાગ્યા દરમિયાન બન્યો હતો.

ફરિયાદીનું મકાન ટાઉનશીપમાં એચ ટાઇપ બ્લોક નંબર 39ના રૂમ નંબર 156માં આવેલું છે. સોમવારે રાત્રે ફરિયાદી અને તેમનો પરિવાર મકાના ધાબા પર સુતા હતા. દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ તેમના મકાનનું તાળું તોડીને અંદર સરસામાન વેરવિખેર કરીને બેડરૂમમાં લોખંડના કબાટમાંથી પર્સમાં રાખેલું સોનાનુ દસ ગ્રામનું મંગળસૂત્ર કિંમત રૂપિયા 6 હજાર, 20 ગ્રામનો સોનાનો હાર કિંમત રૂપિયા 94 હજાર, પાંચ ગ્રામની સોનાની બુટી એક જોડ કિંમત રૂપિયા 14 હજાર, દસ ગ્રામની સોનાની બે વીંટી કિંમત રૂપિયા 33 હજાર, એક હજારની સોનાની નથ, રૂપિયા 60 હજારનું સોનાનું પેન્ડલ, રૂપિયા 20 હજારની ચાંદીની પાયલ નંગ 4, તેમજ ચાંદીની વાટકી તથા ચમચી કિંમત રૂપિયા 5 હજાર, ચાંદીની બંગડી નંગ 3 કિંમત રૂપિયા 4 હજાર, તેમજ કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 60 હજાર મળીને કુલે રૂપિયા 2 લાખ 97 હજારની ચોરી કરી ગયા હતા.

દરમિયાન તપાસ કરતાં એચ ટાઇપના રૂમ નંબર 154માં રહેતા મનજીતસિંઘ કે, તેમજ રૂમ નંબર 163માં રહેતા દિનેશભાઇ કુસ્વાહ, રૂમ નંબર 185માં રહેતા શૌકીનભાઇ જાટીયા, રૂમ નંબર 183માં રહેતા વિકાસ વિશ્વકર્મા, રૂમ નંબર 192 સુરજભાઇ પાંડે, રૂમ નંબર 160માં રહેતા બીહારીલાલના મકાન સહિત સાત મકાનમાં રહેતા કર્મચારીઓ રજામાં બહાર ગામ ગયા હોઇ તસ્કરોએ તેમના મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. જોકે મકાનમાં રહેતા કર્મચારીઓ બહાર ગયા હોઇ કેટલા મુદમાલની ચોરી થઇ તે હજુ બહાર આવ્યું નથી વાયરો પોલીસે બનાવની નોંધ લઇ તસ્કરોનો તાગ મળેવા તપાસ શરૂ કરી હતી.