થોડા દિવસો પહેલા સમાચાર હતા કે, સંજય દત્તે પોતાની વય અને સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને વેલકમ ટુ ધ જંગલ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કર્યો હતો. હવે અભિનેતાને લઇને અપડેટ છે કે, તે એક હોરર કોમેડીમાં કામ કરવાનો છે. ફિલ્મના નિર્માતા દીપક મુકુટે ફિલ્મ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ હોરર કોમેડીની સાથેસાથે મ્યુઝિકલ ફિલ્મ પણ છે. આજકાલ હોરર જોનરને દર્શકો પસંદ કરી રહ્યા છે.
થોડા વરસો પહેલા મેં સંજય દત્તનો સંપર્ક એક મ્યુઝિક વીડિયો માટે કર્યો હતો ત્યારે તેણે મને પોતાની પાસે ફિલ્મની વાર્તા હતી તે સંભળાવી હતી. પછીથી અમે ફિલ્મની સ્ક્રિપ્ટ અને કાસ્ટને ફાઇનલ કરી દીધી હતી. ખલનાયકની ભૂમિકાથી પોતાનો રસ્તો બદલાવીને સંજય દત્તે હોરર કોમેડી કરવા તૈયાર થયો છે. તે પોતાની આગામી ફિલ્મ ધ વર્જીન ટ્રીમાં અભિનય કરવાની સાથેસાથે સહ-નિર્માતા પણ છે. આ ફિલ્મમાં તે ઘોસ્ટબસ્ટક એટલે તે ભૂત પકડનારની ભૂમિકા કરવાનો છે. ફિલ્મની ઘોષણા તો 2022માં જ કરવામાં આવી હતી.




