Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કુવૈતથી ભારતીયોના પાર્થિવ દેહને વિમાન કેરળ પહોંચ્યું, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી એરપોર્ટ પર પહોંચ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કુવૈતમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 45 ભારતીયોના મોત થયા હતા. આ અગ્નિકાંડની દર્દનાક ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કુવૈતથી વિમાન કેરળ પહોંચ્યું છે. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા હતા.

મૃતકોમાં બે ઉત્તર પ્રદેશના, 24 કેરળના, સાત તમિલનાડુના અને ત્રણ આંધ્રપ્રદેશના હતા. ત્યારે આજે ભારતીય વાયુસેનાનું એક વિશેષ C-130J વિમાન 45 ભારતીયોના મૃતદેહ લઈને કોચી પહોંચ્યું હતું. ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે. જ્યાથી પાર્થિવ દેહને સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન કોચીમાં લેન્ડ થયું હતું. કેરળ સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.