Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હજયાત્રા દરમિયાન ભારે ગરમીનાં કારણે 90 ભારતીય યાત્રિકોનાં સનસ્ટ્રોકથી મોત નિપજ્યાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આ વર્ષે અહીં ઉષ્ણતામાનનો પારો 50 ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યા છે. છેલ્લા કેટલાંક દાયકાઓમાં નોંધાયેલું આ સૌથી ઊંચું ઉષ્ણતામાન છે. સાઉદી અધિકારીઓ કહે છે કે લગભગ દર દશકે અહીં 0.4 ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન વધતું જાય છે. આ વર્ષે અહીં 90 ભારતીય યાત્રિકોનાં સનસ્ટ્રોકથી મોત નિપજ્યાં છે. અકસ્માતથી કોઈનું મૃત્યુ થયું હોવાનું હજી જાણવા મળ્યું નથી. આ પૂર્વે પોતાનું નામ નહીં જણાવવાની શર્તે એક આરબ રાજપુરૂષે કહ્યું હતું કે ઓછામાં ઓછાં 68 ભારતીય યાત્રાળુઓનાં નિધન નિપજ્યાં છે. તે પૈકી કેટલાંક અન્ય આરોગ્ય મુશ્કેલીને લીધે મૃત્યુ પામ્યા હોય તેમ જાણવા મળ્યું છે. આ યાત્રિકો પૈકી કુલ તો 645 મૃત્યુ નોંધાયા છે.

પરંતુ સનસ્ટ્રોકથી મૃત્યુ પામેલાઓનો આંક 550 જેટલો પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. સઉદી અરબીસ્તાનની સરકાર આ હજયાત્રીઓ માટે બની શકે તેટલી સુવિધાઓ પહોંચાડવા સતત કાર્યરત છે. પરંતુ વિશ્વભરના મુસ્લીમો મળી તેમની કુલ સંખ્યા 18  લાખ જેટલી પહોંચી છે. તેમાં યાત્રિકોને સુવિધાઓ પહોંચાડવી કેટલી કઠીન બની શકે તે સમજી જ શકાય તેમ છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમો પણ ભારતીય યાત્રિકોને સહાય પહોંચાડવાં પ્રયત્નો કરીએ છીએ પરંતુ આ માનવ મહેરામણ વચ્ચે તેઓને સહાય પહોંચાડવી અતિમુશ્કેલ છે.

આ યાત્રિકોનાં નિધનનો આખરી આંક આવ્યો તે અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 550 યાત્રિકોનાં સનસ્ટ્રોક (સૂર્ય-તાપ)થી નિધન થયાં છે. 2023માં 200થી વધુ યાત્રિકોનાં નિધન થયાં હતાં અને 2000થી વધુને અતિ ઊંચા ઉષ્ણતામાનને લીધે એક યા બીજી આરોગ્યની તકલીફો થઈ હતી 2023માં ઉષ્ણતામાન 48 ડીગ્રી સેલ્સિયસ વધુમાં વધુ નોંધાયું હતું. વિજ્ઞાનીઓ જણાવે છે કે, દરેક દશકમાં 0.4 ડીગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન ઊંચું જઈ રહે છે.